IPS રવીન્દ્ર પટેલના ઘરે SEBIના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ખેડબ્રહ્મામાં આવેલા રોધરા ગામે IPS અધિકારીના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. શેરના ભાવોમાં કૃત્રિમ ઉછાળા પ્રકરણમાં SEBI દ્વારા આ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરોની લેવડદેવડ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
બ્રોડકાસ્ટ લિમિટેડ કંપની કૃત્રિમ ઉછાળો લાવવામાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં કૃત્રિમ ઉછાળો લાવવામાં જુલાઈ-સપ્ટેમ્બર 2022માં SEBIને ફરિયાદ મળી હતી. જેને પગલે SEBIએ 9 જાન્યુ. 2024માં કારણદર્શક નોટિસ પણ ફટકારી હતી.