અદાણી જૂથ દ્વારા 'શૅરોના ભાવ સાથે ચેડાં' અને 'ખાતામાં હેરાફેરી' કરાતી હોવાના અમેરિકન શોર્ટ સેલિંગ રિસર્ચ કંપની હિન્ડનબર્ગના આક્ષેપોની તપાસ પૂરી કરવા બજાર નિયામક સેબીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ વધુ છ મહિનાનો સમય માગ્યો છે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરતાં સેબીએ કહ્યું છે કે આ કેસમાં તપાસ ખૂબ જ જટીલ હોવાથી બધા જ પાસાની તપાસ માટે તેને વધુ સમયની જરૂર છે. સેબીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, નાણાકીય બાબતોની ખોટી રજૂઆત અને વ્યવહારોની છેતરપિંડી સંબંધિત સંભવિત ભંગ માટે ૧૨ શંકાસ્પદ વ્યવહારો છે. સેબીની અરજીની મે મહિનાના પહેલા સપ્તાહમાં સુનાવણી થવાની સંભાવના છે.