કેન્દ્ર સરકારે સેબીનાં વડાં માધવી પુરી બુચ પર અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચ અને વિપક્ષે લગાવેલા તમામ આરોપો કેન્દ્ર સરકારે નકારી કાઢ્યા છે અને તેમને ક્લિનચિટ આપી દીધી છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે માધવી પુરી બુચ સેબી અધ્યક્ષ તરીકેનો બાકીના ચાર મહિનાનો કાર્યકાળ પૂરો કરશે તેમ સૂત્રોએ કહ્યું હતું. સેબી અધ્યક્ષ તરીકે માધવી પુરી બુચનો કાર્યકાળ ફેબ્રુઆરી ૨૦૨૫માં પૂરો થશે.