રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ તારાજી થઈ છે જેમા સૌથી વધુ સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં પડ્યો હતો.
રાજ્યમાં લીલા દુકાળની ભીતી
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી તેમજ ભારે વરસાદને કારણે પાકને મોટાપાયે નુકસાન થયુ છે અને હવે