અમેરિકા, ભારત અને બ્રિટન જેવા દેશો ફેસબૂક ડેટા ચોરીના કૌભાંડ પછી એકાએક હરકતમાં આવી ગયા છે. ફેસબૂકનો ડેટા ચોરીને વિવિધ દેશોને 'સેવા' આપનારી બ્રિટીશ એજન્સીએ કેમ્બ્રિજ એનાલિટિકાના વિવિધ સ્થળે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ટેક કંપનીઓનું નિયમન કરતી ઈન્ફોર્મેશન કમિશનરની ઓફિસના આદેશ પછી કુલ ૧૮ એન્ફોર્સમેન્ટ એજન્ટે કેમ્બ્રિજ એનાલિટિકાની ઓફિસોમાં શોધખોળ કરી હતી.