NEET UG પરિણામ 2024 કેસમાં દાખલ કરાયેલી 3 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે પરીક્ષા 23 જૂને ફરીથી લેવામાં આવશે અને પરિણામ 30 જૂને આવશે. તેથી, 6 જુલાઈથી શરૂ થનારી કાઉન્સેલિંગ પર કોઈ અસર થશે નહીં. વાસ્તવમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ગ્રેસ માર્ક્સ આપવામાં આવેલા 1563 ઉમેદવારોના સ્કોરકાર્ડ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રએ કહ્યું હતું કે આ 1563 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ફરીથી હાજર થવાનો વિકલ્પ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ અંગે પોતાનો આદેશ આપ્યો છે.