વૈજ્ઞાનિકો કહે છે કે કોરોના વાયરસનું નવું મ્યુટન્ટ ‘N440K’ બાકીના મ્યુટન્ટ કરતાં 10 ગણો વધુ ચેપ ફેલાવી શકે છે. તેમણે એવો દાવો પણ કર્યો છે કે આ મ્યુટન્ટને કારણે દેશના કેટલાક ભાગોમાં કોરોનાએ અરાજકતા ફેલાવી છે.
દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના જુદા જુદા મ્યુટન્ટ્સને લીધે પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. દરમિયાન કોરોના વાયરસનો બીજો ખતરનાક મ્યુટન્ટ શોધી કાઢવામાં આવ્યો છે. જેનાથી પરિસ્થિતિ એકદમ ચિંતાજનક બની રહી છે. વૈજ્ઞાનિકો કહે છે કે કોરોના વાયરસનું નવું મ્યુટન્ટ ‘N440K’ બાકીના વાયરસ કરતાં 10 ગણો વધુ ચેપી છે. તેણે એવો દાવો પણ કર્યો છે કે આ પરિવર્તનને કારણે દેશના કેટલાક ભાગોમાં પરિસ્થિતિ બદતર બની રહી છે.
‘N440K‘ 10થી 1000 ગણો વધુ ચેપી
એક અહેવાલ મુજબ 26 એપ્રિલથી 2 મેની વચ્ચે કોરોનાના 26 લાખ નવા કેસ નોંધાયા હતા. અને 23,800 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આ દરમિયાન, વૈજ્ઞાનિકોએ આ જીવલેણ મ્યુટન્ટને શોધી કાઢયો છે. સંશોધનકારો માને છે કે ‘N440K’એ ચેપ ફેલાવતા અન્ય તમામ મ્યુટન્ટ કરતા 10 થી 1000 ગણો વધુ ચેપ ફેલાવે છે, જેના કારણે દેશના કેટલાક ભાગોમાં બીજી તરંગ તેના શિખરે પહોંચી છે.