ગઈકાલે એટલે કે 11 નવેમ્બરના રોજ સરકાર તરફથી ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે આગામી 23મી નવેમ્બરથી રાજ્યમાં સ્કૂલો અને કૉલેજો (Gujarat to open Schools-Colleges)માં ખુલશે. જોકે, સ્કૂલો તેમજ વિદ્યાર્થીઓએ આ માટે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી SOP (Standard operating procedure)નું પાલન કરવું પડશે. સરકાર તરફથી ભૂપેન્દ્રસિંહે (Bhupendrasinh Chudasama) જાહેરાત કરતા એવું પણ જણાવ્યું હતું કે બાળકોને સ્કૂલે મોકલવા માંગતા વાલીઓએ આ માટે એક સહમતિ પત્ર (Consent Form) ભરીને આપવું પડશે. સરકારી એવી જાહેરાત બાદ વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. બાળકોના વાલીઓ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે સહમતિ પત્ર ભરાવીને સરકાર અને સ્કૂલના સંચાલકો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. આ મામલે આખા રાજ્યમાં ઉહાપોહ થયો છે. આ મામલે આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે સ્પષ્ટતા કરી છે.
સરકારની સ્પષ્ટતા:
સહમતિ પત્ર મામલે સરકારે આજે સ્પષ્ટતા કહી છે કે ભારત સરકારની SOP પ્રમાણે જ વાલીઓની સહમતિ લેવામાં આવી રહી છે. બાળકોની સુરક્ષા સાથે કોઈ જ બાંધછોડ નહીં કરવામાં આવે. સરકાર પોતાની જવાબદારીમાંથી બિલકુલ છટકવા નથી માંગતી. બાળકોની સુરક્ષા એ સરકાર, સ્કૂલ સહિત આપણા તમામની જવાબદારી છે. ભારત સરકારની ગાઇડલાઈનમાં લેખિતની સહમતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશમાં જે પણ રાજ્યમાં સ્કૂલો ખુલી છે ત્યાં આ પ્રકારની જ સહમતિ લેવામાં આવી રહી છે.