દેશમાં કોરોનાની સ્થિતિ એકંદરે નિયંત્રણ હેઠળ આવતાં અનેક રાજ્યોમાં સ્કૂલો ખૂલવા લાગી છે. જોકે, કર્ણાટકના કોડગૂ જિલ્લાની એક સ્કૂલમાં કોરોના વિસ્ફોટની ઘટના સામે આવી છે. અહીં એક જ સ્કૂલમાં ૩૨ વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. મોટાભાગના રાજ્યોમાં સ્કૂલ-કોલેજો ખૂલવાની શરૂ થઈ ગઈ છે. તેવા સમયમાં આ ઘટનાથી માતા-પિતા સંતાનોના સ્વાસ્થ્ય મુદ્દે ચિંતિત થઈ ગયા છે. દરમિયાન દેશમાં ગુરુવારે કોરોનાના દૈનિક ૧૬,૧૫૬ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૩.૪૨ કરોડથી વધુ થયા છે જ્યારે જે એક્ટિવ કેસ ઘટીને ૧.૬૦ લાખ થયા છે, જે ૨૪૩ દિવસમાં સૌથી ઓછા છે.