રાજસ્થાન હાઇકોર્ટે રાજ્યની તમામ શાળાઓેને કુલ ફીના ૭૦ ટકા ફી જ લેવાનો આદેશ આપ્યો છે. રાજસ્થાન હાઇકોર્ટના ચુકાદા બાદ હવેથી શાળાઓ વાલીઓ પાસેથી ૭૦ ટકા કરતા વધારે ફી નહીં ઉઘરાવી શકે. લોકડાઉનના સમગ્ર સમયગાળા દરમિયાન પૂરેપૂરી ફી માફીના રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણયને પડકારતી પ્રાઇવેટ શાળાઓની અપીલ પર સુનાવણી કરતા જસ્ટિસ એસપી શર્માએ તમામ સ્કૂલોને ૭૦ ટકા ફી વસૂલવાનો તથા વાલીઓને ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં ૩ હપતામાં ૭૦ ટકા ફી ચૂકવી દેવાનો આદેશ આપ્યો છે. જો વાલી ફી નહીં ભરે તો સ્કૂલ જે તે વિદ્યાર્થીનું નામ નહીં કાપી શકે પણ ઓનલાઇન ક્લાસમાંથી બાકાત રાખી શકે છે.