ફી વધારા વચ્ચે ગુજરાતની મોટાભાગની શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને શાળામાંથી જ ફરજીયાતપણે પુસ્તકો, નોટબુકની સાથે શાળાનું ગણવેશ લેવાની ફરજ પાડવામાં આવી રહી હોવાના અહેવાલ છે. વાલીઓને પણ શાળામાંથી કે શાળા સાથે સંલગ્ન સ્ટોરમાંથી વસ્તુઓ કે યુનિફોર્મ લેવા પડી રહ્યાં છે. વાલીઓમાં કચવાટ છે. બીજી તરફ શાળા સંચાલકો પણ બેફામપણે આ માટે દબાણ પાડે છે. સંતાનોના ભવિષ્ય માટે વાલીઓ પિસાય છે.