ગુજરાતમાં શાળાઓની ફી મામલે ગુજરાત સરકાર તરફથી હાઇકોર્ટ (Gujarat HC)માં કરવામાં આવેલી અરજીનો આજે હાઇકોર્ટે નિકાલ કર્યો છે. આ સાથે જ હાઇકોર્ટે કહ્યું છે કે, કોરોના કાળ દરમિયાન શાળાઓની ફી (School Fee) નક્કી કરવા માટે સરકાર પાસે પૂરી સત્તા છે. આ પહેલા હાઇકોર્ટે સરકાર અને સંચાલકો (School Management)ને સાથે બેસીને ફી માળખું નક્કી કરવાનો આદેશ કર્યો હતો. જોકે, સરકારની ભલામણ પ્રમાણેની ફી સ્વીકારવા માટે સંચાલકો તૈયાર ન હોવાથી ગુજરાત સરકારફરીથી હાઇકોર્ટમાં ગઈ હતી. સાથે જ હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ સત્તા હોવા છતાં આ મુદ્દે કોર્ટમાં આવે છે તે દુઃખદ છે.
આ મામલે વાલી મંડળના પ્રમુખ નરેશભાઈએ જણાવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જે પ્રમાણે હાઇકોર્ટે સરકારને ફી નક્કી કરવાની છૂટી આપી દીધી છે. અમે સરકાર તરફથી જે પણ નિર્ણય લેવામાં આવશે તેને વધાવી લઈશું. જો સંચાલકો સરકારની વાત પણ નહીં માને તો આખા ગુજરાતના વાલીઓ આંદોલનના માર્ગે જશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજુઆત કરીને શાળાઓની માન્યતા રદ કરવાની માંગણી કરીશું.