ગુજરાતના શિક્ષણ વિભાગે ગરમીને ધ્યાનમાં લઈ સ્થાનિક શિક્ષણ સમિતિને શાળાનો સમય બદલવાની સત્તા આપી. એટલે બપોરે ચાલતી શાળાઓ વિદ્યાર્થીઓને રાહત આપવા માટે સવારનો સમય કરી શકશે. ગુજરાતના13 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે તેમજ આગામી દિવસોમાં હિટવેવની આગાહી છે, ત્યારે ગરમીની સ્થિતિને પહોંચી વળવા શિક્ષણ વિભાગે આ આદેશ જાહેર કર્યો.