હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના નારનૌલમાં ગુરુવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. કનિનાના ઉન્હાની ગામ પાસે બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી ગઈ. આ અકસ્માતમાં 6 બાળકોના મોત થયા હતા. 30 થી 35 શાળાના બાળકો ઘાયલ થયા છે. જો કે વહીવટીતંત્રે હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી. આ બસ જીએલ પબ્લિક સ્કૂલની હોવાનું કહેવાય છે. તેમાં 40 જેટલા બાળકો હતા. ઈદની ઓફિશિયલ રજાના દિવસે પણ શાળા શરૂ રાખવામાં આવી હતી. આ પછી સ્કૂલ મેનેજમેન્ટ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.