ઉત્તર પ્રદેશ ના બારાબંકી જિલ્લામાં સ્કૂલ બસ પલટી જતા ચાર વિદ્યાર્થી સહિત પાંચ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 25 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની સ્થિતિ ગંભીર છે. બસમાં કુલ 40 વિદ્યાર્થીઓ સવાર હતા. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત બાળકોને તુરંત નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. બસ લખનઉ ચિડિયાઘરથી પરત આવી રહી હતી, તે દરમિયાન આ ઘટના બની છે.