શાળાઓના આડેધડ ફી વધારાને અટકાવવા માટે સરકારે કોલેજની જેમ પ્રાથમિક શાળાઓમાં પણ ફી નક્કી કરવાનો નિર્ણય કર્યો છે. જેને અટકાવવા માટે વગદાર શાળા સંચાલકોએ ગાંધીનગરના આંટા શરુ કર્યા છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ફી નિર્ધારણ સમિતિનું બિલ પસાર થશે તો આ અંગેનો કાયદો અમલી બનશે. આ અટકાવવા શાળા સંચાલકો વહીવટીતંત્રમાં વિનંતી કરી રહ્યા છે.