ભારતમાં પાંચમી ઓક્ટોબરથી રમાનારા ICC વન ડે વર્લ્ડકપના કાર્યક્રમ અંગેની ક્રિકેટ ચાહકોની ઈંતેજારીનો અંત આવ્યો છે. ICCએ ODI વર્લ્ડકપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ બંને ટીમો 2019 વર્લ્ડ કપની ફાઇનલમાં સામ સામે રમી હતી. આ બંને ટીમો ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. આ સાથે જ ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નઈના મેદાન પર ઓસ્ટ્રેલિયા સાથે રમાશે. ભારત 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેદાન પર પાકિસ્તાન સામે ટકરાશે.