ખેડામાં વધુ એક કૌભાંડ પકડાયું છે. ખેડૂતાના હકની સબસિડી યુક્ત ખાતરને રિપેકિંગ કરીને બમણા ભાવમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે સલુણ ગામમાં યુરિયા ખાતર મંડળી ચલાવનાર સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા જિલ્લાના નડિયાદમાં વલેટા ચોકડી પાસેના એક ગોડાઉનમાં ખેડૂતોને આપવા માટેનું રાહતદરના સબસિડી યુક્ત યુરિયા ખાતરનો વેપલો થતો હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. જે બાદ તપાસ કરતા ગોડાઉનમાંથી યુરીયા ખાતરની કોથળીઓ અને યુરીયા ખાતરનો પાવડર ભરેલી પ્લાસ્ટિકની કોથળીઓ તથા અન્ય કોથળીઓ મળી આવી હતી. સબસિડીના ખાતર પર અન્ય લેબલ મારીને પેક કરી દેવામાં આવતું અને બાદમાં તેને બમણા ભાવે વેચી દેવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું.