તાજેતરમાં જ સાબરકાંઠામાંથી કથિત રીતે 6000 હજાર કરોડનું BZ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. જેમાં રોજેરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે હવે રાજકોટમાંથી પણ BZ ગ્રુપ જેવું જ કૌભાંડ થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
રાજકોટમાં એક કા ડબલની સ્કીમમાં હજારો લોકો છેતરાયા છે. ક્રિપ્ટો કરન્સીમાં 8000 લોકો પાસે રોકાણ કરાવી રૂ.300 કરોડથી વધુની છેતરપિંડીનું કૌભાંડ આચરવાની પોલીસને અરજી કરવામા આવી છે. "બ્લોક ઓરા" નામની કંપનીના સંચાલકો વિરૂદ્ધ રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતા સાબુ-પાવડરના વેપારી મોહસીન મુલતાનીએ અરજી કરી છે.