ખેતી બેંકમાં ભરતી કૌભાંડ ફરી ચર્ચામાં છે. આ મુદ્દે ચેરમેને MDને બેંકમાં ગોંધી રાખવાના પ્રયાસો કર્યાના અહેવાલો છે. ચેરમેને મનસ્વી રીતે કરી. તેના ઠરાવમાં MDએ સહી ન કરી. બેઠક મળી પણ MD ગેરહાજર રહ્યા. પછી ઓફિસ આવ્યા તેની જાણ થતાં ચેરમેને કમ્પાઉન્ડનો દરવાજો બંધ કરાવ્યો. MD સ્કૂટર પર નીકળી ગયા. જોકે, અંતે ચેરમેને MD પાસેથી સંવેદનશીલ પેપર્સ લઈ લીધા.