Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યુ કે તે ‘એક રાષ્ટ્ર અને એક રાશન કાર્ડ’ યોજના અપનાવવાની સંભાવના પર વિચાર કરે જેથી કોરોના વાયરસ મહામારીને કારણે દેશમાં લાગૂ લૉકડાઉન દરમિયાન પલાયન કરનારા મજૂરો અને આર્થિક રીતે કમજોર વર્ગના લોકોને ઓછી કિંમતે ખાદ્યાન્ન મળી શકે. કેન્દ્ર સરકારની આ યોજના આ વર્ષે જૂનમાં શરૂ થવાની છે.

જસ્ટિસ એનવી રમણ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ બી આર ગવઇની બેન્ચે સોમવારે પસાર કરેલા પોતાના આદેશમાં જણાવ્યુ કે, અમે કેન્દ્ર સરકારને આ સમયે આ યોજના લાગુ કરવાની વ્યવહારીકતા પર વિચાર કરવા અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા યોગ્ય નિર્ણય લેવાનો નિર્દેશ આપીએ છીએ. કોર્ટે તેની સાથે જ એડવોકેટ રીપલ કંસલની અરજીનો નિકાલ કર્યો. કંસલે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે અલગ-અલગ સ્થાનો પર ફસાયેલા મજૂરો અને બીજા નાગરિકોના લાભ માટે યોજના શરૂ કરવાનો નિર્દેશ આપવાની અપીલ કરી હતી.

અરજીમાં અરજીકર્તાએ કોરોના વાયરસ મહામારીના દરમિયાન પ્રવાસી મજૂરો, લાભાર્થીઓ, રાજ્યોના રહેવાસીઓ અને પ્રવાસીઓના હિતોની રક્ષા કરવા અને તેઓને ઓછી કિંમતે ખાદ્યાન્ન અને સરકારી યોજનાના લાભ ઉપલબ્ધ અપાવવા માટે અસ્થાયી રીતે ‘એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ’ યોજના અપનાવવા માટે કોર્ટને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ