અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગમાં ક્રિમિલેયર બનાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને વાંધો વ્યક્ત કર્યો છે. ચિરાગની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) એ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. ચિરાગ પાસવાને કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા પર અમે ટિપ્પણી કરી શકતા નથી, પરંતુ આ આ મુદ્દે અમારા પક્ષને વાંધો છે. આ કારણે અમે પુનર્વિચારની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા જઇ રહ્યા છે. બે દિવસ પહેલા પણ ચિરાગ પાસવાનના પક્ષ એલજીપી(આર) એ નિવેદન આપી એસસી એસટી આરક્ષણમાં સબ કેટેગરી બનાવવા અને ક્રિમિલેયર લાવવાનો વિરોધ કર્યો હતો.