કેન્દ્ર સરકારની નોકરીઓમાં એસસી અને એસટી વર્ગમાંથી આવતા લોકોનું પ્રતિનિધિત્વ તેમના માટે નિર્ધારિત ટકાવારીથી વધુ છે. જોકે, અન્ય પછાત વર્ગ (ઓબીસી)નું પ્રતિનિધિત્વ તેમની નિર્ધારિત કરાયેલી ટકાવારી કરતા ઓછું છે. સરકારે બુધવારે લોકસભામાં આ જાણકારી આપી. એક લેખિત સવાલના જવાબમાં મિનિસ્ટ્રી ઓફ પર્સનેલ મંત્રાલયમાં રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, સપ્ટેમ્બર 1993માં ઓબીસી માટે અનામત લાગુ થયા બાદથી તેમનું પ્રતિનિધિત્વ વધી રહ્યું છે. સિંહે કહ્યું કે, ‘ઉપલબ્ધ માહિતીઓ મુજબ 1 જાન્યુઆરી 2012એ ઓબીસીનું પ્રતિનિધિત્વ 16.55 ટકા હતું, જે 1 જાન્યુઆરી 2016એ વધીને 21.57 ટકા થઈ ગયું.’