અયોધ્યા રામ જન્મભુમિ પર ઐતિહાસિક નિર્ણય આવી ચૂક્યો છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે શિયા વક્ફ બોર્ડ અને નિર્મોહી અખાડાનો દાવો ફગાવી દીધો છે. આ મામલે કોર્ટે બે પક્ષો રામ લલા બિરાજમાન અને સુન્ની વકફ બોર્ડની દલીલો પર નિર્ણય આપ્યો છે. તેમ છતાં સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અસંતુષ્ટ પક્ષની પાસે બે કાયદાકીય વિકલ્પ બાકી રહેશે.
અસંતુષ્ટ પક્ષકાર સુપ્રીમ કોર્ટમાં જ પુનઃવિચાર કરવાની અરજી દાખલ કરીને નિર્ણય પર પુનઃવિચાર કરવાની માગ કરી શકે છે અને પુનઃવિચાર યાચિકા ફગાવ્યા બાદ અસંતુષ્ટ પક્ષ ક્યુરેટિવ યાચિકા દાખલ કરી શકે છે. જોકે પુનઃવિચાર અને ક્યુરેટિવ અરજી પર સુનવણીના નિયમો નક્કી છે.
નિયમ અનુસાર કોઈ પણ નિર્ણય વિરૂદ્ધ 30 દિવસની અંદર પુનઃવિચાર અરજી દાખલ કરવામાં આવી શકે છે. અરજી પર એજ પક્ષ વિચાર કરી શકે છે જેમણે નિર્ણય કર્યો હોય. આ ઉપરાંત પુનઃવિચાર અરજીમાં એ સાબિત કરવાનું રહેશે કે નિર્ણયમાં સંપૂર્ણ પણે ત્રુટિ છે.
પુનઃવિચાર અરજી પર સામાન્ય રીતે ખુલી અદાલતમાં સુનાવણી કરવામાં આવે છે. તેના પર નિર્ણય લેનાર પીઠના ન્યાયાધીશ ચેમ્બરમાં સર્કુલેશન દ્વારા સુનવણી કરે છે. ત્યાં વકીલોની દલીલ નથી થતી. ફક્ત કેસની ફાઈલો અને રેકોર્ડ હોય છે જેના પર વિચાર કરવામાં આવે છે.
પુનઃવિચાર અરજી ખારિજ થયા બાદ 30 દિવસની અંદર ક્યુરેટિવ અરજી દાખલ કરવામાં આવે છે. ક્યુરેટિવ અરજીનો સિદ્ધાંત સુપ્રીમ કોર્ટે 10 એપ્રીલ 2002એ અશોકા રૂપા હુરો મામલામાં કર્યો હતો. ક્યુરેટિવ અરજીના નિયમ ખૂબ કડક છે. સામાન્ય રીતે ક્યુરેટિવ અરજી પર પણ સુનાવણી ન્યાયાધીશ સર્કુલેશન દ્વારા ચેમ્બરમાં જ થાય છે.
ક્યુરેટિવ અરજી પર સુનાવણી કરનાર પીઠમાં ત્રણ વરિષ્ઠ જજનો સમાવેશ થાય છે અને બાકી નિર્ણય આપનાર જજ હોય છે. એટલે કે જો બે જજોનો નિર્ણય હોય તો તેના મામલામાં ક્યુરેટિવ અરજી પર ત્રણ વરિષ્ઠ જજ અને બે નિર્ણય લેનાર જજ સહિત પાંચ જજ સુનાવણી કરે છે.
ક્યુરેટિવ દાખલ કરવા માટે વરિષ્ઠ વકીલના પ્રમાણપત્રની જરૂર પડે છે જે કહે છે તે આ મામલો ક્યુરેટિવ યાચિકા માટે કાયદાકીય રીતે મહત્વપૂર્ણ છે. ક્યુરેટિવ અરજીમાં કોર્ટ કેસના તથ્યો પર વિચાર નથી કરતા. તેમાં ફક્ત કાયદાકીય પ્રશ્નો પર જ વિચાક કરવામાં આવે છે.
ક્યુરેટિવ અરજી થોડી મુશ્કેલ
આ મામલામાં ક્યુરેટિવ અરજી પર સુનાવણીમાં થોડી મુશ્કેલી આવી શકે છે. નિયમ અનુસાર ત્રણ વરિષ્ઠ જજ સુનાવણી પીઠમાં સામેલ હોવા જોઈએ અને બાકી નિર્ણય આપનાર જજ સામેલ રહેશે.
આ મામલામાં નિર્ણય આપનાર પાંચ જજની પીઠમાં બે જજ વરિષ્ઠ હશે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને અસએ બોબડે. જો ક્યુરેટિવ અરજી પર સુનાવણીનો નંબર જસ્ટિસ ગોગોઈની સેવાનિવૃત્તિની બાદ આવે છે તો સુનાવણી કરનાર પીઠમાં જસ્ટિસ એસએ બોબડે શામેલ છે જે તે સમયે મુખ્ય ન્યાયાધીશ હશે. તે ઉપરાંત વધુ બે વરિષ્ઠ ન્યાયાધીસ જસ્ટિસ એનવી રમના અને અરૂણ મિશ્રા પીઠમાં શામેલ થઈ જશે.
નિયમ અનુસાર બાકી ન્યાયાધીશ ચૂકાદો આપનાપ રહેશે એટલે કે ચૂકાદો આપનાર બાકીના ત્રણ ન્યાયાધીશ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડ, અશોક ભૂષણ અને અસએ નઝીર સામેલ થઈ જશે. પીઠમાં કુલ ન્યાયાધીશ છ હશે જેમાંથી ચાર ચૂકાદો આપનાર મુખ્ય પીઠના રહેશે. એવામાં ક્યુરેટિવ અરજી પર સુનાવણીનો સિદ્ધાંત પુરો નથી થતો જે મામલામાં મોટી પીઠ અને ફ્રેશ માઈન્ડ અટેલે નવા ન્યાયાધીશો દ્વારા વિચાકના ઉદ્દેશ્યને પુરો કરતું હોય. જો પીઠમાં જુના ચાર ન્યાયધીશ હાજર છે તો પછી કોઈ પણ નિર્ણય તેજ ચાર ન્યાયાધીશોના બહુમતનો રહેશે. તે નિર્ણયના વિરૂદ્ધ નહીં જઈ શકે.