સુપ્રીમ કોર્ટના જસ્ટીસ બેલા ત્રિવેદીએ મંગળવારે બિલકિસ બાનો કેસમાં દુષ્કર્મ અને હત્યા મામલે 11 દોષિતોની સમય પહેલા મુક્તિના ચુકાદાને પડકારતી પીડિતાની અરજી પર સુનાવણીથી પોતાને અલગ કરી દીધા છે. મંગળવારે જસ્ટીસ અજય રસ્તોગી અને જસ્ટીસ બેલા ત્રિવેદીની પીઠમાં કેસની સુનાવણી શરુ થઈ ત્યારે રસ્તોગીએ કહ્યુ કે તેમની બહેન જસ્ટીસ ત્રિવેદી આ મામલે સુનાવણી કરવા માંગતા નથી.