જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ રાજ્યની સ્થિતિ અંગે કરવામાં આવેલી 20થી વધુ અરજીઓની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવશે. આ અરજીઓમાં અનુચ્છેદ 370ને રદ કરવા, પત્રકારો અને ખીણ વિસ્તારમાં લાગેલા પ્રતિબંધોને પડકાર કરવામાં આવ્યો છે. આ પહેલા સોમવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બેન્ચે 20થી વધારે અરજીઓ બંધારણીય બેન્ચને સોંપી છે.