સુપ્રીમ કોર્ટે ચૂંટણી બૉન્ડ યોજનાને 'ગેરબંધારણીય' ગણાવતા રાજકીય પાર્ટીઓને ઇલેક્ટોરલ બૉન્ડથી મળનારા ભંડોળ અંગે માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. તેના માટે કોર્ટે 6 માર્ચ 2024 સુધીનો સમય બેંકને આપ્યો હતો. જેને લઈને હવે SBIએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે અને સમય મર્યાદા વધારવા માટે આગ્રહ કર્યો છે.
ભારતીય સ્ટેટ બેંકે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી પંચને ચૂંટણી બૉન્ડના સંબંધમાં માહિતી આપવા માટે 30 જૂન 2024 સુધી સમય વધારવાની માંગ કરી છે. પોતાની અરજીમાં એસબીઆઈએ કહ્યું કે, આ કોર્ટે પોતાના વચગાળાના આદેશની તારીખ 12 એપ્રિલ, 2019 થી નિર્ણયની તારીખ 15 ફેબ્રુઆરી 2024 સુધી દાન આપનાર દાતાની માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. તે સમય મર્યાદામાં 22217 ચૂંટણી બૉન્ડનો ઉપયોગ અલગ અલગ રાજકીય પક્ષોને દાન આપવા માટે કરાયો હતો.