દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) એ ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે. SBIએ બાહ્ય બેંચમાર્ક આધારિત દર (EBR)માં ઘટાડો કર્યો છે. ઘટાડા બાદ તે 8.05 ટકાથી 7.80 ટકા થયો છે. તેમાં 25 બેસિસ પોઇન્ટ (BPS)નો ઘટાડો થયો છે. નવા દર 1 જાન્યુઆરી, 2020 થી લાગુ થશે.
EMIમાં પણ થશે નોંધપાત્ર ઘટાડો
SBIએ ASMEની તમામ ફ્લોટિંગ રેટ લોન્સ, હાઉસિંગ અને રિટેલ લોનને EBR સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. તેનાથી ગ્રાહકોને મોટો ફાયદો થશે. આ કારણ છે કે તેમની હોમ લોનની EMI ઘટશે. ઉલ્લેખનીય છે કે હોમ લોન લેવા પર હવે વ્યાજ દર વાર્ષિક 7.90% થી શરૂ થશે. અગાઉ આ દર 8.15 ટકા હતો.