દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 70 હજાર કર્મચારીઓ પાસેથી નોટબંધી દરમિયાન ઓવરટાઈમના રૂપે આપવામાં આવેલી રકમ પાછી આપવાનું કહ્યું છે. આ 70 હજાર કર્મચારીઓ એ પાંચ બેંકોના છે જેનો વિલય એસબીઆઈમાં થઇ ચુક્યો છે. જોકે, એસબીઆઈનું કહેવાનું છે કે એમણે જયારે ઓવરટાઈમ પેમેન્ટની વાત કરી ત્યારે આ બેંકોનો વિલય થયો નહતો.