ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલે કહ્યું કે, તે આવતા સપ્તાહથી શરૃ થઈ રહેલી ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં વિજયી દેખાવ કરવા માટે સજ્જ છે. તે ૨૦૧૫માં આ ટુર્નામેન્ટમા રનર્સઅપ રહી ચુકી છે અને હવે દુનિયાની ટોચની ખેલાડીઓ સામેના મુકાબલા માટે તૈયારી કરી રહી છે. સાયના નેહવાલ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં સિલ્વરમેડલ પણ જીતી ચુકી છે.