ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલે તેના ૨૭માં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. તાજેતરમાં છત્તીસગઢમાં થયેલા એક એન્કાઉન્ટરમાં સીઆરપીએફના ૧૨ જવાનો શહીદ થયા હતા. સાયનાએ તેના જન્મદિવસે પ્રત્યેક શહિદના પરિવારજનોને રૂપિયા ૫૦-૫૦ લાખની સહાય કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. બેઇજિંગ ઓલિમ્પિક ૨૦૦૮માં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય બેડમિંટન સ્ટારે કુલ ૬ લાખ રૂપિયા શહિદોના પરિવારને આપ્યા હતા.