વિપક્ષી ગઠબંધન INDIA અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કટાક્ષ સામે વળતા પ્રહારો કરતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે 'અમને જે કહેવું હોય તે કહો' પરંતુ અમે ઈંડીયા (ભારત) છીએ અને અમે મણિપુરમાં પણ ઈંડીયાનો વિચાર પ્રસારવાનાં છીએ.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઇંડીયન નેશનલ ડેમોક્રેટિડ ઈંટિગ્રેટેડ એલાયન્સ' (આઈએનડીઆઈએ -INDIA) ની ઉપર કઠોર કટાક્ષ કરતાં કહ્યું હતું કે ઈસ્ટ-ઈંડીયા-કંપનીમાં પણ ઈંડીયા છે અને ઈંડીયન મુજાહીદ્દીનમાં પણ ઇંડીયા છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇંડીયામાં પણ ઇંડીયા શબ્દનો ઉલ્લેખ છે, પરંતુ લોકો તેનેથી ગેરમાર્ગે દોરવાશે નહીં.