ફોર્બ્સ મેગેઝિને જારી કરેલી ભારતના ૧૦૦ ટોચના અમીરની યાદીમાં પુરુષોનો દબદબો જોવા મળે છે પરંતુ આ યાદીમાં પાંચ મહિલાનો પણ સમાવેશ કરાયો છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર ઓ પી જિંદાલ ગ્રૂપના માલિક સાવિત્રી જિંદાલ દેશનાં સૌથી અમીર મહિલા છે. તેમની સંપત્તિ ૬.૬ અબજ ડોલર છે. ૧૦૦ સૌથી અમીર ભારતીયોની યાદીમાં સાવિત્રી જિંદાલ ૧૯મા સ્થાને છે. રસપ્રદ વાત એ છે કે ફોર્બ્સની યાદીમાં સતત ૧૩મા વર્ષે ભારતના સૌથી અમીર વ્યક્તિ જાહેર કરાયેલા મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી ફોર્બ્સની યાદીમાં સામેલ નથી.
સૌથી અમીર ભારતીય મહિલાઓમાં બાયાકોન ફાર્માસ્યુટિકલના કિરણ મજુમદાર ૪.૬ અબજ ડોલર સાથે બીજા સ્થાને છે. ૨૦૧૯ની સરખામણીમાં તેમની સંપત્તિ વધીને બમણી થઇ ગઇ છે. ટોચના ૧૦૦ અમીર ભારતીયોની યાદીમાં તેઓ ૨૭મા સ્થાને છે. ત્રીજા સ્થાને ૩.૫૫ અબજ ડોલર સાથે હેવલ્સ ઇન્ડિયાના વિનોદરાય ગુપ્તા છે. જોકે છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિમાં ૦.૪૫ અબજ ડોલરનો ઘટાડો થયો છે. સૌથી અમીર ભારતીયોની યાદીમાં તેઓ ૪૦મા સ્થાને છે. ચોથા સ્થાને યુએસવી ઇન્ડિયાના લીના તિવારીની સંપત્તિ ૩ અબજ ડોલર આંકવામાં આવી છે. તેઓ અમીર ભારતીયોની યાદીમાં ૪૭મા સ્થાને છે. દેશના પાંચમા સૌથી અમીર મહિલા ટાફેના મલ્લિકા શ્રીનિવાસ છે. તેમની કુલ સંપત્તિ ૨.૪૫ અબજ ડોલર છે. ૧૦૦ અમીર ભારતીયોમાં તેમને ૫૮મું સ્થાન પ્રાપ્ત થયું છે.
ભારતનાં ટોપ ફાઇવ અમીર મહિલા
૬.૬ અબજ ડોલર સાવિત્રી જિંદાલ, ઓ પી જિંદાલ ગ્રૂપ
૪.૬ અબજ ડોલર કિરણ મજુમદાર, બાયોકોન ફાર્માસ્યુટિકલ
૩.૫૫ અબજ ડોલર વિનોદરાય ગુપ્તા, હેવલ્સ ઇન્ડિયા
૩.૦૦ અબજ ડોલર લીના તિવારી, યુએસવી ઇન્ડિયા
૨.૪૫ અબજ ડોલર મલ્લિકા શ્રીનિવાસ, ટાફે