દેશમાં વૃદ્ધ માતા પિતાને પોતાના જ સંતાનો દ્વારા ઘરમાંથી કાઢી મુકવાની કે મારપીટ કરવા અથવા ત્રાસ આપવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશ સરકાર કાયદામાં સુધારો કરવા જઇ રહી છે અને આવા પીડિત માતા પિતાને પોતાની સંપત્તિમાંથી સંતાનોને કાઢી મુકવાની સરળ સત્તા આપવા જઇ રહી છે. જે સંતાનો પોતાના વૃદ્ધ માતા પિતાને ત્રાસ આપતા હોય તેમને ઘરમાંથી કે સંપત્તિમાંથી કાઢી મુકવા વધુ સરળ બનાવવામાં આવશે. સાથે જ આવા સંતાનો પાસેથી માતા પિતાની સંપત્તિમાં જે અધિકાર મળ્યો છે તેને પરત લઇ લેવામાં આવશે