ઇંદિરા ગાંધીના શાસન સમયે ભારતે પાકિસ્તાનના બે ભાગ પાડીને ૧૯૭૧માં બાંગ્લાદેશની રચના કરી હતી, બાંગ્લાદેશના સ્વતંત્રતા દિન, ભારતનો વિજય દિવસ અને ઇંદિરા ગાંધીને યાદ કરીને પ્રિયંકા ગાંધીએ હાલમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારને લઇને કેન્દ્ર સરકારને ઘેરી હતી. સંસદમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે આજે વિજય દિવસ છે, આ જ દિવસે આપણે પાક.ને પાઠ ભણાવ્યો હતો અને બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. દેશના બહાદુર જવાનો અને ઇંદિરા ગાંધીની સરકારે આ કરી બતાવ્યું હતું.