રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાં પહોંચી છે. એ દરમિયાન રાહુલ ગાંધીએ વીર સાવરકાર અંગે ચર્ચાસ્પદ નિવેદન આપીને વિવાદ સર્જ્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સાવરકરે અંગ્રેજોને મદદ કરી હતી ને પત્ર લખીને કહ્યું હતું કે સર, હું તમારો નોકર બનવા માગું છું. વીર સાવરકરના પૌત્ર રંજીત સાવરકરે રાહુલ ગાંધી સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. તેમણે સાવરકરના પ્રદાનની મજાક કરીને તેમનું અપમાન થયું હોવાનું કહ્યું હતું.