મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વીર સાવરકરને ભારતરત્નના મુદ્દે સત્તાધારી ભાજપ અને વિપક્ષો વચ્ચે ગુરુવારે ઘમસાણ જારી રહ્યું હતું. સતારા ખાતે સભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં આજે અમારો વિરોધ કરી રહેલા લોકો હંમેશાં રાષ્ટ્રીય સુરક્ષાનો વિરોધ કરતા રહ્યા છે. સતારાની ભૂમિએ સંખ્યાબંધ રાષ્ટ્રરક્ષકો આપ્યા છે. કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ આપણા વીરોનાં શૌર્ય પર સવાલ ઉઠાવે છે ત્યારે જનતાને દુઃખ થાય છે.