ઈતિહાસકાર નરોત્તમ પલાણના પુસ્તક ‘’શ્રીકૃષ્ણ સંબંધી પુરાવશેષોની શોધમાં-એક ભ્રમણ કથા’’નું વિમોચન મોરારિબાપુના હસ્તે થયું. પુસ્તક ઓખા મંડળની પગપાળા યાત્રા કરીને લખાયું છે. 57 વર્ષ પહેલાં પુરાતત્વવિદ મણિભાઈ વોરાની રાહબરી હેઠળ નરોત્તમ પલાણ, મોહનપુરી ગોસ્વામી,યશરામ ખોડિયારે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો પગપાળા પ્રવાસ કરી આ ગ્રંથ રચવાનું નક્કી કરેલું. શ્રીકૃષ્ણ કાઠીયાવાડની ધરતી પર વિહરેલા તેના ઐતિહાસિક દસ્તાવેજ તરીકે આ પુસ્તક તૈયાર કરાયું છે.