કોરોનાની મહામારી વચ્ચે આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજથી મેડિકલ અને પેરામેડિકલ વિભાગની પરીક્ષા લેવામાં આવશે. કુલ 11 પરીક્ષા કેન્દ્ર પર 931 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. મહત્વનું છે કે સરકાર અને UGCની ગાઈડલાઈન મુજબ પરીક્ષા લેવામાં આવી રહી છે. આ સાથે જ યુનિવર્સિટીના કુલપતિએ જાહેરાત કરી છે કે કોરોના કાળમાં પરીક્ષાના 15 દિવસમાં કોઈ પણ વિદ્યાર્થી કે કર્મચારી કોરોના સંક્રમિત થશે તો તેમને 1 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે.
વિદ્યાર્થી કે કર્મચારી કોરોના સંક્રમિત થશે તો 1 લાખની સહાય કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ જાહેરાત કરતા જણાવ્યું છે કે પરીક્ષા બાદના 15 દિવસમાં જો કોઈ વિદ્યાર્થી કે કર્મચારી કોરોના સંક્રમિત થશે તો તેમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક લાખ રૂપિયાની મેડિકલ સહાય કરશે.