ત્રણ માસથી મેઘરાજાનો ઈંતજાર કરતા સૌરાષ્ટ્રવાસીઓ પર આજે એક દિવસમાં જ મેઘરાજાએ વિજળીના કડાકા-ભડાકા અને તીવ્ર પવન સાથે છપ્પર ફાડકે જળવર્ષા કરીને ધરતીને પાણી પાણી કરી દીધી હતી.
રાજકોટ, જામનગર અને જુનાગઢ જિલ્લામાં 4થી 23 ઈંચ સુધી અતિ ભારે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો અન્ય જિલ્લાઓમાં પણ 1થી 4 ઈંચ મેઘવર્ષા થઈ છે. સાંજે પણ વરસાદનું જોર યથાવત્ રહ્યું છે. વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં ઠેરઠેર માર્ગ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો, એસ.ટી.-રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે.
રાજકોટ અને જામજોધપુર પંથકમાં 3 મોટરકારો તણાતા 3 વ્યક્તિઓના મોત નીપજ્યાનું અને 2 લાપત્તા બન્યાનું જાહેર થયું છે. સેંકડો લોકો પૂરમાં ફસાતા ફાયરબ્રિગેડ, એન.ડી.આર.એફ., એરફોર્સ તથા સૃથાનિક લોકોની મદદથી બચાવ કાર્ય હાથ ધરાયું હતું જે આજે રાત્રિના પણ જારી રહ્યું હતું. ધોધમાર વરસાદથી રાજકોટ, જામનગર, જુનાગઢ શહેર તથા નાના-મોટા ગામો,શહેરોનો પાણી પ્રશ્ન અને સિંચાઈનો પ્રશ્ન પણ હળવો થયો છે.