હાલ રાજ્યભરનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મેહુલિયો મહેરબાન થયો છે. ત્યારે હજી રાજ્યમાં આજે અને આવતીકાલે અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો ભારે વરસાદ પડી શકે છે. પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાક રહેશે. તો જો વરસાદનાં આંકડાની વાત કરીએ તો બનાસકાંઠા પંથકમાં 24 કલાક દરમિયાન સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ જ્યારે સુઇગામમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતુ. કચ્છનાં અંજારમાં પાંચ ઈંચ, ગાંધીધામમાં ત્રણ ઈંચ, મુન્દ્રામાં બે ઈંચ અને ભચાઉમાં એક ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઉમરપાડામાં 2.4 ઈંચ વરસાદ નોંધાયો છે.