પૂર્વ ઉર્જામંત્રી સૌરભ પટેલે સચિવાલયના મુલાકાતીઓના આંતરિક પરિવહન માટે બેટરી ઓપરેટેડ વાહનો મુકેલા. તે આજે ધૂળ ખાઈ રહ્યા છે.7 સપ્ટે,2015માં મુલાકાતીઓ માટે 6 બેટરી ઓપરેટેડ વાહનો મૂક્યા હતા. સૌરભ પટેલે દાવો કરેલો કે સૌરઉર્જા આધારિત વાહનોના કારણે વર્ષે 20 હજાર લિટર ડિઝલ-પેટ્રોલ બચશે. પણ આવું કંઈ બન્યું નથી.