સાઉદી સરકારની કબૂલાત- એમ્બેસીમાં ઝપાઝપી દરમિયાન થયું પત્રકાર ખશોગીનું મોત
ચારેય બાજુથી દબાણ અને અંદાજે બે સપ્તાહ સુધી ઇન્કાર કરતાં રહ્યાં બાદ આખરે સાઉદી અરબે માન્યું કે ગુમ થયેલા પત્રકાર જમાલ ખશોગીનું મોત થઇ ચૂકયું છે. સાઉદી અરબમાં અટૉર્ની જનરલના મતે શરૂઆતની તપાસ પરથી ખબર પડી કે ખશોગીની સાઉદી અરબના ઇસ્તાંબુલ સ્થિત વાણિજિયક દૂતાવાસમાં એક ઝપાઝપી બાદ મોત થયું.
જો કે અટૉર્ની જનરલે કહ્યું કે અત્યારે તપાસ ચાલી રહી છે. આ કેસમાં સાઉદી અરબના 18 લોકોની ધરપકડ કરાઇ છે. સાથો સાથ ડેપ્યુટી ઇન્ટેલિજન્સ ચીફ અહમદ અલ અસીરી અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના કાયદાકીય સલાહકાર અલ કથાનીને સસ્પેન્ડ કરી દેવાયા છે.