સાઉદી અરેબિયાએ ભારતથી પોલ્ટ્રી ઉત્પાદનની આયાત પર હંગામી પ્રતિબંધ લગાવ્યો છે. સાઉદીના કૃષિમંત્રીએ બર્ડફ્લૂનો મામલો સામે આવતા આ નિર્ણય લીધો છે. ભારતના કૃષિમંત્રાલયની એક રીપોર્ટને ટાંકીને વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થે જાન્યુઆરીમાં ભારતના કર્ણાટકમાં બેંગાલુરુ પાસે એક સંક્રમિત બર્ડફ્લૂનો કિસ્સો સામે આવ્યો હોવાનો દાવો કર્યો હતો. ભારતના દક્ષિણના રાજ્યોમાંથી મોટાપાયે પોલ્ટ્રી ઉત્પાદનો સાઉદી નિકાસ થાય છે.