NEET, JEE સહિત તમામ એન્ટ્રન્સ એક્ઝામ સપ્ટેમ્બરમાં રાખવા વિરુદ્ધ દેશભરના વિદ્યાર્થીઓ સત્યાગ્રહ કરીને પોતાનો વિરોધ નોંધાવવાના છે. આજે સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ એક દિવસની ભૂખ હડતાલ કરી પ્રદર્શન પર ઉતર્યા છે. સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓ વાલીઓ પોતાનો આવાજ બુલંદ કરશે.
શુક્રવારે પણ દેશભરના વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા દ્વારા સરકારને તમામ એન્ટ્રન્સ અને ફાઇનલ યરની પરીક્ષા મુલતવી રાખવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, એવા સમયમાં પરીક્ષા ના લેવાવી જોઇએ, જ્યારે દેશમાં દરરોજ 70 હજાર જેટલા કેસ નોંધાઇ રહ્યા છે. વિદ્યાર્થીઓનું એ પણ કહેવું છે કે, પરીક્ષા સેન્ટર પણ ઘરોથી દૂર છે અને સેન્ટરમાં લાખો વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી જોખમી સાબિત થઇ શકે છે.
હાલ દેશભરમાં અનેક જગ્યાએ પૂરના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. એવી સ્થિતિમાં સેન્ટર સુધી જવું એક મોટો પડકાર છે. ઉલ્લેખનીય છે કે, NEET 13 સપ્ટેમ્બરે છે અને JEE 1 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે. બંને માટે 25 લાખ નજીક વિદ્યાર્થીઓએ રજિસ્ટર કરાવ્યું છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, જ્યાં પણ કોરોના વાઇરસ વચ્ચે એન્ટ્રન્સ પરીક્ષા થઇ છે,ત્યાં અનેક વિદ્યાર્થીઓ તેના સંક્રમણનો શિકાર બન્યા છે. વિદ્યાર્થીઓએ એ પણ પ્રશ્ન કર્યો કે, જો કોઇ વિદ્યાર્થી અથવા વાલીનું મૃત્યુ આ પરીક્ષાના કારણે થાય છે તો શું સરકાર જવાબદારી લેશે? તેઓ પરીક્ષા આપવાથી ડરી રહ્યા નથી, પરંતુ કોવિડ-19થી ડરી રહ્યા છે. તેમણે સરકાર અને UGC પાસે માંગ કરી છે કે, બધી પરીક્ષા મુલતવી રાખવામાં આવે.