રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસનો 'સંકલ્પ સત્યાગ્રહ', દિલ્હી પોલીસે રાજઘાટ પર કલમ 144 લાગુ કરી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવાના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રવિવારે દેશવ્યાપી સત્યાગ્રહ કરશે. પાર્ટી અનુસાર, રાહુલ ગાંધી સાથે એકતા વ્યક્ત કરતા, આ ‘સંકલ્પ સત્યાગ્રહ’ તમામ પ્રાંતો અને જિલ્લાઓમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે યોજવામાં આવશે.
જે સવારે 10 વાગ્યાથી શરૂ થઈને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય કોંગ્રેસના નેતાઓ દિલ્હીના રાજઘાટ પર આયોજિત ‘સંકલ્પ સત્યાગ્રહ’માં ભાગ લેશે.