વિશ્વભરના તમામ દેશોની જેમ ભારતમાં પણ નવી ટેકનોલોજીની શરુઆત થઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં વિવિધ ક્ષેત્રે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમારે હવે ટોલ પ્લાઝા પર લાંબી કતારોમાં ઉભા રહેવું નહીં પડે. હાલની સિસ્ટમ પ્રમાણે તમારી કાર પર લાગેલા ફાસ્ટેગ સ્ટીકરથી તમને ટોલ પ્લાઝા પર એન્ટ્રી મળે છે, પરંતુ હવે તેનાથી વિશેષ સુવિધા મળવાની છે. સરકાર હવે ટોલ પ્લાઝા પર કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવવા જઈ રહી છે. નવી સિસ્ટમ લગાવ્યા પછી તમારે ક્યાંય રોકાવાની જરુર નહીં રહે. આવનારા થોડા મહિનામાં તમારે ટોલ પર બ્રેક પણ લગાવવાની જરુર નહી રહે, કારણ કે સરકાર હવે સેટેલાઈટ આધારિત ટોલ સિસ્ટમ લાવી રહી છે.