તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જે જયલલિતાની ૨૦૧૬માં થયેલ મોત માટે જવાબદાર સ્થિતિની તપાસ કરી રહેલા એક આયોગે સ્વર્ગસ્થ નેતાના ખૂબ જ નજીકના શશીકલાને દોષિત ઠેરવ્યા છે.
આ દરમિયાન તમિલનાડુ સરકારે જણાવ્યું છે કે તે કાયદાકીય સલાહ લીધા પછી આ રિપોર્ટ પર કાર્યવાહી શરૃ કરશે. જસ્ટિસ એ મુરુગાસ્વામી તપાસ આયોગનો રિપોર્ટ આજે તમિલનાડુ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.