ગીર રાષ્ટ્રીય અભ્યાણ સમગ્ર વિશ્વમાં એશિયાટીક સિંહોનું ઘર છે. આ અભ્યારણમાં વનવિભાગ દ્વારા બે લાયનસ સફારી પાર્ક શરૂ કરવામાં આવ્યા છે. જોકે, કોરોના વાયરસના સંક્રમણના કારણે લાદવામાં આવેલા લૉકડાઉનના કારણે 17મી માર્ચથી રાજ્યમાં ગીરના સિંહોના સફારી પાર્કને પણ બંધ કરવામાં આવ્યા હતા. આજથી આ લાયન સફારી પાર્કના દ્વાર પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. સાસણના ડી.એફ.ઓ. મોહન રામ દ્વારા સફારી પાર્કની મુલાકાત માટે આવેલા પ્રવાસીઓની લીલી ઝંડી બતાવી ફરીથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
ગીર લાયન સફારી માટે પ્રવાસીઓને ઓનલાઇન પરમીટ આપવામાં આવશે. પરમીટ સાથે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી અનલૉક 5.0ની તમામ ગાઇડલાઇનનું પણ મુલાકાતીઓએ પાલન કરવાનું રહેશે. આજે પ્રથમ દિવસે જ 36 ઓનલાઇન પરમીટ આપવામાં આવી હતી.
સાસણ અને દેવળિયા એમ બે સફારી પાર્કમાં મુલાકાતીઓ માટે લાયન સફારી કાર્યરત છે. મુલાકાતીઓ માટે ટિકિટ કાઉન્ટરથી લઈને જીપ્સીમાં પ્રવાસ માટે પણ નિયત સંખ્યામાં નક્કી કરાયેલા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.