ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સઘન અને મજબૂત હોવાનો દાવા થઈ રહ્યાં છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પોસ્ટરે સબ સલામતીના દાવાની પોલ ખોલી છે. આ પોસ્ટરમાં અમદાવાદ શહેરના સરખેજ પોલીસના આદેશથી ચેતવણી લખવામાં આવી છે. જેમાં લોકોને બોપલ બ્રિજની નીચે વાહનો પાર્ક નહીં કરવા જણાવવામાં આવ્યું છે કારણ કે બોપલ બ્રિજની નીચેથી વાહનોમાં ચોરીઓ થાય છે.